કન્યા છાત્રાલય રોડની વર્ષો જૂની સમસ્યા પાછળ શહેરીજનો જ જવાબદાર, જાણો કેમ ?

 

મોરબીમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા સામાન્ય બની છે આ સમસ્યા પાછળ શહેરીજનો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે કન્યા છાત્રાલય રોડ પર વર્ષો જૂની ગટર ઉભરાવવાની સમસ્યા પાછળ ગોદડાં, ગાભા અને પ્લાસ્ટિકના કચરા જવાબદાર હોવાનું પાલિકાની કામગીરી બાદ બહાર આવ્યું છે.

 

કન્યા છાત્રાલય રોડ પર અવાર નવાર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સામે આવતી રહે છે ત્યારે કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી.જો કે પાલિકામાં નવનિયુક્ત  પ્રમુખ કેતનભાઈ વિલપરાએ આવ્તાના થોડા સમયમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો નિવારી છે. સફાઈ કામગીરી શરૂ કરાતા ગટરમાંથી પ્લાસ્ટિકનો કચરો નીકળવાની સાથે સાથે મોટુ ગોદડું અને નકામા ગાભાનો મોટો જથ્થો નીકળી આવ્યો હતો, આ ઘટના બાદ શહેરીજનોએ પણ પોતાની ફરજ સમજી જાહેરમાં કચરો નિકાલ ન કરવા સમજણ કેળવી છે.સતત ત્રણ દિવસની મહેનત બાદ પાલિકા દ્વારા ત્રણ ટ્રેકટર જેટલો કચરો કુંડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કામગીરી દરમિયાન પ્રમુખ કેતન વિલપરા સતત કામ ઉપર હાજર રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat