Billboard ad 1150*250 Billboard ad 1150*250

દવાના પેકિંગ પર જેનેરિક નેમ મોટી સાઈઝમાં છપાશે : કેન્દ્રીય મંત્રી માંડવીયા

કેન્દ્ર સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ રૂલ્સ ૧૯૪૫ માં સંશોધન કરી મહત્વનો સુધારો કર્યો હોવાનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું છે જે સુધારા મુજબ હવે દવાના પેકિંગમાં દવાનું “ ટ્રેડ નેમ” કે “ બ્રાંડ નેમ” ની સાથે તેનું જે “સોલ્ટ નેમ” (જેનેરિક નેમ” છાપવામાં આવે છે તે સોલ્ટ નેમ બે સાઈઝ મોટા ફોન્ટમાં છાપવાનું રહેશે. આ સુધારો તા.૧૩-૦૯-૨૦૧૮ ના રોજથી અમલમાં આવશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું છે કે જેનેરિક નેમ મોટા અક્ષરે છપાતા દર્દીઓમાં જેનેરિક નામની ઓળખ મજબુત બનશે અને તેઓને સસ્તી ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ખરીદવા જાણકારી તથા પ્રોત્સાહન મળશે. તેમજ અગાઉ મેડીકલ કાઉન્સિલ of ઇન્ડિયાએ પણ એડવાઈઝરી ઇસ્યુ કરીને ડોક્ટર્સને તેના પ્રિસ્ક્રીપશનમાં જેનેરિક નેમ અક્ષરમાં લખવા સલાહ આપી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત ૩૨૮૦ જેટલા જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે તેવી માહિતી પણ કેન્દ્રીય મંત્રીની અખબારી યાદીમાં આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat