



મોરબીના નગર દરવાજા ચોકમાં ટાવર નીચેના ભાગમાં વરસાદી પાણી તેમજ ઉભરાતી ગટરના પાણી ભરાતા હોય જે સમસ્યાને ધ્યાને લઈને મોરબી નગરપાલિકા દ્વારા પેવર બ્લોક પાથરી દેવામાં આવ્યા છે.
નગર દરવાજા ચોકમાં પાણીના ભરાવાના પ્રશ્નના ઉકેલ માટે પાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરાએ અન્ય આગેવાનો ગીરીશભાઈ ઘેલાણી, રહીમભાઈ રાઠોડ, નીર્મીતભાઈ કક્કડ સહિતના આગેવાનોને સાથે રાખીને ગત રાત્રીના સમયે પેવર બ્લોક પાથરવામાં આવ્યા હતા અગાઉ પાણી ભરાવાથી બજારમાં આવનાર ગ્રાહકો, વેપારીઓ અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય જે સમસ્યાને ધ્યાને લઈને પાલિકા પ્રમુખ દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે જેથી સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.



