


મોરબી તાલુકાના લાલપર ગામ નજીક રહેણાંક મકાન ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.રહેણાંક મકાનમાં ચોરી થતા પરિવારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતાં ઘનશ્યામસિંહ કાનાજી ઉર્ફે કનુભા સોલંકી પોતાના પરિવાર સાથે રાત્રિના છત પર સુતા હોય દરમિયાન ઘરમાં તસ્કરોએ ધામા નાખીને ઘરનાં તાળાં તોડી ઘરમાં પ્રવેશી તિજોરી માંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨.૧૫ લાખના મુદામાલની ચોરી થઇ હતી કરી ફરાર થઈ ગયા હતા.જે મામલે ધનશ્યામસિંહે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

