


મોરબી એલ.સી.બી. ટીમે વાંકાનેર હાઈવે પરથી કારખાનામાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા
મોરબી ઇન્ચાર્જ પોલીસ વડા મોરબી અક્ષયરાજ મકવાણાની સુચના હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એલ.સી.બી. ટીમના ધર્મેન્દ્રસિંહ જાડેજાને મોરબી વાંકાનેર નેશનલ હાઇવેરોડ બંધુનગર ઇટાલીકા કારખાના પાસે સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ વૈશાલી રોડ લાઇન્સમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા હેમરાજભાઇ રતીલાલભાઇ ચાવડા રહે.મકનસર મુળ-હળમતીયા, સુદામ દેવીદાસ ઠાકુર રહે.મોહાડી તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર), અનિલ ભાનુદાસ બોરસે રહે.મોહાડી તા.જી.ધુલીયા, રાજેશભાઇ સુભાષભાઇ પાટીલ રહે.મોહાડી તા.જી.ધુલીયા, કાંતીલાલ માનસીંગભાઇ પવાર રહે.હિવરખેડા જી.જલગાવ (મહારાષ્ટ્ર) વાળાને રોકડા રૂ. ૫૦,૮૯૦ /- તથા સાથે ઝડપી પાડ્યા હતા

