



સમગ્ર રાજ્યમાં આગામી તા.૨૭ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરને સાવચેત રહેવા સૂચના આપી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક સંદેશો પાઠવી ૨૭ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે આગોતરા પગલાં ભરી સરકારને રિપોર્ટ કરવા જણાવાયું છે.જેને પગલે મોરબી જીલ્લા કલેકટરે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરએ હાજર રહેવા આદેશ કર્યો છે.

