રોટરેકટ કલબ ઓફ હળવદ દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને ભોજન કરાવ્યું

રાણેકપરના પંચાસરી વાડી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને રોટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા દૂધપાક,પુરી,શાક જેવા વિવિધ સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી દ્વારા આ સ્કૂલને દત્તક લેવામાં આવી છે. જ્યાં ભણવા આવતા તમામ વિદ્યાર્થીઓ આજુબાજુની વાડીઓ માં મજૂરી કામ કરતા આદિવાસી જાતિ ના બાળકો છે.આ અગાઉ પણ રોટરી દ્વારા શિક્ષણને પ્રોત્સાહિત કરવા સ્કૂલ બૅગ, એજ્યુકેશન કીટ, રેઇનકોટ, યુનિફોર્મ વગેરે નું વિતરણ કરવામાં આવ્યું.તેમજ આ પ્રોજેકટનું ડોનેશન રાજેન્દ્રસિંહ રાણાએ તેમના પિતા સ્વ: સુરેન્દ્રસિંહ રાણાના સ્મરણાર્થે આપવામાં આવ્યું હતું અને આ પ્રોજેકટ માં પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા સેક્રેટરી રજની અઘારા હાજર રહ્યા હતા. તેમજ સ્કૂલ ના આચાર્ય તથા રોટેરિયન ગજેન્દ્રભાઈ મોરડીયાએ તથા સ્ટાફે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat