માળિયાના વેજલપર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી પંથક અને જીલ્લામાં બારેમાસ જુગારની મોસમ વચ્ચે પોલીસ સતત દરોડા કરીને જુગારીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જેમાં માળિયાના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચને દબોચી લઈને રોકડ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

માળિયા તાલુકાના વેજલપર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો કર્યો હતો જે દરોડામાં જુગાર રમતા ધરમશી ભૂપત કોળી, જયેશ હેમજી કોળી, સંજય બાબુ ઝીન્ઝવાડિયા, સંજય ઈશ્વર ઝીન્ઝવાડિયા, અને અશોક હીરા ઝીન્ઝવાડિયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ ૩૭૧૦ અને ૪ મોબાઈલ કીમત ૫૦૦૦ સહીત કુલ ૮૭૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat