મોરબીમાં સુરક્ષા સેતુ અંતર્ગત ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દરિયાઈ સુરક્ષા સઘન બનાવવાના ભાગરૂપે મોરબી પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. સાટી તથા મોરબી એસ.ઓ.જી સ્ટાફ દ્વારા આજ નવલખી બંદર પાસે આવેલ જુમા વાળી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવેરનેશ કાર્યક્રમ ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ફિશરીઝ વિભાગ, મોરબી આઈબી, રાજકોટ સેન્ટ્રલ આઈબી તથા માળીયામીયાણા મામલતદાર સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ દરમ્યાન માછીમારો ભાઈઓને પોલીસના આંખ-કાન બની દરિયાની નાનામાં નાની માહિતી આપવા માટે તેમજ પોતે જ દરિયાની પોલીસ છે તેમ સમજી દરિયાઈ સુરક્ષા અંગે સતત જાગૃત રહી કોઈપણ માહિતી કે શંકાસ્પદ વ્યક્તિઓ કે શંકાસ્પદ વસ્તુ જોવા કે જાણવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવી હતી.

તેમજ દરિયામાં માછીમારી કરવા જાય તે વખતે સરકાર તરફથી આપવામાં આવેલ બોટનો કલર કોડ રાખવો તથા જરૂરી દસ્તાવેજો સાથે રાખી ભારતની જળસીમા નહીં ઓળંગવા અને સમૂહમાં માછીમારી કરવા સુચના કરવામાં આવી હતી તેમજ ફિશરીઝ વિભાગ તરફથી તેઓની સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા સમજ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માછીમાર સમાજ ના પરીવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat