આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રીયા શરૂ, ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકશે

આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા,હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ –૨૦૨૩ માટેની પ્રથમ તબક્કાની ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ છે. આઈ.ટી.આઈ મોરબી ખાતે ૧૦ : ૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી..આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૫/૦૬/૨૦૨૩ છે.

આ માટે ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી ઇન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આઈડી અથવા ક્યૂઆર કોડ અને એનઇએફટી વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે અથવા તો આ સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આ અંગેની વધુ માહીતી માટે સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે.
– ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ
– પ્રયત્નનો દાખલો (Trial Certificate)
– શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
– જાતીનુ પ્રમાણપત્ર
– આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો
– બેંક પાસબૂક ( મરજીયાત)
– આવકનો દાખલો
– BPL (જો લાગુ પડતું હોય)

Comments
Loading...
WhatsApp chat