મોરબીના ગાળા-સાપર હાઈવે પર કંપનીમાં લાગેલી આગ પર ફાયર ટીમે કાબુ મેળવ્યો



મોરબીના ગાળા-સાપર રોડ પર માળિયા હાઈવે પર આવેલ બ્લુ ઝોન લીમીટેડ કંપનીમાં રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા
જેમાં સ્થળ પર શોર્ટ સર્કીટને કારણે આગ લાગ્યાનું જણાઈ આવ્યું હતું અને મશીનના ડિસ્પ્લેમાં આગ લાગી હોય જેથી ધુમાડો વધારે હોવાથી સ્મોક ઇજેકટર (ધુમાડો દુર કરવાનું મશીન) ના ઉપયોગ વડે કામ કરી ૫ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી