Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના વીરપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં વોકળા પાસેથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથાનો જથ્થો ઝડપી લીધો છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં દરોડો કર્યો હતો જેમાં વીરપર ગામની સીમમાં ખરાબાના હોકલામાં દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૬૦૦ લીટર કીમત રૂ ૧૨૦૦ મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી સાદુર હરજી કોળી રહે વીરપર તા. વાંકાનેર વાળો હાજર નહિ મળતા પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat