Billboard ad 1150*250

મોરબીના સેવાસદનમાં ખુંટીયાની લડાઈ થતા અરજદારોમાં નાસભાગ

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીનું તાલુકા સેવા સદન રેઢું પડ હોય તેમ અવારનવાર ખુંટીયા અને ગાય સેવાસદનમાં આવી જતા હોય છે તો આજે સેવાસદનના કમ્પાઉન્ડમાં ખુંટીયાઓની લડાઈ જામી હતી જેથી અરજદારોના જીવ પડીકે બંધાયા હતા અને થોડીવાર માટે નાસભાગ મચી હતી

        મોરબીના સેવાસદનમાં આજે સાંજના સુમારે અચાનક બે ખુંટીયા આવી ચડ્યા હતા અને ખુંટીયાઓ વચ્ચે લડાઈ જામી હતી જેથી સેવાસદનમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં નાસભાગ મચી હતી અને કેટલીય વાર ચાલેલી ખુંટીયાની લડાઈથી લોકો ભયભીત બન્યા હતા સેવાસદનમાં છાશવારે પશુઓ આવી ચડતા હોય છે જોકે સેવાસદનમાં કોઈ કહેનાર કે જોનાર ના હોય જેથી આવા દ્રશ્યો સર્જાય છે આજે ખુંટીયા ઓની લડાઈમાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઇ નથી જોકે છાશવારે આવી સ્થિતિ જોવા મળતી હોય છે જેને ધ્યાને લઈને સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે સિક્યુરીટીની વ્યવસ્થાની માંગ કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat