વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના રહીશોએ શરુ કર્યા ઉપવાસ આંદોલન

વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારના રહેવાસીઓએ અવારનવાર પ્રાથમિક સુવિધા બાબતે વાક્નેર પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગ્મ્યું છે.

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારના રહેવાસીઓએ અનેકવાર પાલિકામાં લાઈટ, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા બાબતે રજૂઆતો કરી છે.અગાઉ પણ તા.9 ના રોજ આ વિસ્તારના લોકો દ્વારા પ્રાંત અધિકારીને આ વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોને લઇ રજૂઆત કરી છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી છતાં પણ આજ સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રહીશોએ આજથી પ્રતિક ઉપવાસ આંદોલન શરુ કર્યું છે.તેમજ આ મામલે તમામ રહીશો વતી સામજિક કાર્યકર એજાજ બ્લોચએ રજૂઆત કરી હતી.

આ વિસ્તારના તમામ રોડ તૂટી ગયેલ હોય, નિયમિત પીવાનું પાણી પણ આપવામાં આવતું ન હોય, સ્ટ્રીટ લાઈટ મોટાભાગની બંધ હોય અને આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ રેગ્યુલર આવતા ન હોય કચરાના ગંજ ખડકાઈ રહ્યા હોય ગંભીર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોય આ બાબતે અવારનવાર આ વિસ્તારના કાઉન્સીલર જયંતીભાઈ ધરોડીયા તથા સત્તાધરી પક્ષ ને રજૂઆત કરી હતી અને કાઉન્સીલર જયંતીભાઈ ધરોડીયા, ભાટી એન. અને ચંપાબહેન ચતુરભાઈના રાજીનામાંની માગ કરી હતી.તેમજ આજ સુધી કોઈ ઉકેલ ન આવતા અંતે મિલ પ્લોટ વિસ્તારના રહીશોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે.

આ મામલે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા રોડ બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવેલ છે અને હાલમાં મેઈન રસ્તા બનાવવાનું કામ ચાલુ છે મેઈન રસ્તા બન્યા બાદ વિસ્તારના શેરી-ગલીના રસ્તાઓ બનાવવામાં આવશે પરંતુ તાત્કાલિક બધા રસ્તા બનાવવા શક્ય નથી સમય આવ્યે વારાફરતી બધા રસ્તા બનાવી જ આપીશું.

હવે જોવાનું રહ્યું કે વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન ક્યારે હાલ થાય છે અને પાલિકા તથા સત્તાધારી પક્ષ આંખ આડા કાન કરીને લોકોને પ્રાથમિક સુવીધામાંથી ક્યારે મુક્તિ અપાવશે ?

Comments
Loading...
WhatsApp chat