ખેતરમાં ભેંસોએ નુકશાન કર્યાનું કહેનાર ખેડૂતને ત્રણ શખ્શોએ લમધારી નાખ્યો

માળિયા પંથકમાં ખેતરમાં ભેંસો ઘુસી જતા પાકને નુકશાન થતું હોય તેવું કહેનાર ખેડૂતને ત્રણ શખ્શોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

માળિયાના વાંઢ વિસ્તારના રહેવાસી તૈયબભાઈ વલીમામદભાઈ કટિયા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સાહેદની ભેંસો ફરિયાદીના ખેતરમાં વાવેલ જુવારના પાકમાં નુકશાન કરતા હોય જેની જાણ કરતા તે મનદુઃખ રાખી આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી, અલીયાસ અલ્લારખા ભટ્ટી અને તૈયબ અલીયાસ ભટ્ટી રહે બધા માળિયાવાળાએ લાકડી અને ધારિયા તેમજ તલવાર લઈને મારવા દોડ્યા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat