



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી જીલ્લામાં ચોરી, લુંટ, હત્યા અને મારામારી જેવા બનાવો વધવા પામ્યા છે અને મોરબી ક્રાઈમ સીટી તરફ આગળ ધપી રહ્યું છે એવામાં મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં તસ્કરોએ ધામા નાખીને સોના-ચાંદીના દાગીના સહિત ૯૮ હજારના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દેવશીભાઈ ચાવડાના મકાનમાં ભાડે રહેતા દિક્ષિતભાઈ રમેશભાઈ રાઠોડ ગત તા.૨૬-૭-૨૦૧૯ થી ૨૮-૭-૨૦૧૯ ના સમય દરમિયાન બહાર ગામ ગયેલ હોય જે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ દિક્ષિતભાઈના મકાનના દરવાજાના નકુચા તોડી ધરના દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાની વીટી નંગ-૪ કીમત રૂ.૩૦,૦૦૦, સોનાની બંગડી નંગ-૨ આશરે દોઢ તોલાની કીમત રૂ.૩૦,૦૦૦, સોનાનો પેન્ડલ સેટ નંગ-૧ આશરે દોઢ તોલાનો કીમત રૂ.૩૦,૦૦૦, ચાંદીના સાંકળા જોડી નંગ-૧ કીમત રૂ.૨૫,૦૦, ચાંદીનો કંદોરો કીમત રૂ.૨૫૦૦ તથા એક મોબાઈલ કીમત રૂ.૩૦૦૦ કુલ મુદામાલ કીમત રૂ.૯૮,૦૦૦ની મત્તાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દિક્ષિતભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. વી.આર.શુક્લ ચલાવી રહ્યા છે.



