


મોરબી નજીક આવેલા ઘૂટું ગામે ગત રાત્રીના સમયે પરિવાર છત પર નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ હાથફેરો કરીને લાખોની મત્તાની ચોરી કરી છે જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
મોરબીના ઘૂટું ગામે રહેતા કોટડીયા જાદવજીભાઈ રાઘવજીભાઈ પરિવાર સાથે ગત રાત્રીના છત પર સુતા હતા ગરમીથી બચવા પરિવાર મકાનને તાળું મારીને અગાસીમાં સુતું હતું ત્યારે રાત્રીના સમયે તસ્કરો મકાનના તાળા તોડી ઘરમાં કબાટમાં રાખેલ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળીને પાંચ લાખથી વધુની મત્તા ચોરી ગયા છે કોટડીયા જાદવજીભાઈ મૂળ ઘુનડાના રહેવાસી છે જે થોડા સમય પૂર્વે ઘૂટું ગામ રહેવા આવ્યા હતા તો ચોરીની ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી જોકે ચોરીના બનાવની સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી

