Billboard ad 1150*250 Billboard ad 1150*250

હડમતિયા ગામે ધમધમતી પ્રદુષણ યુક્ત સાબુની ફેકટરી સિલ કરવામાં આવી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે સર્વે નં ૧૨૬/૩ માં ગ્રામપંચાયત અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી વિના ધમધમતી પ્રદુષણ યુક્ત ” ઉમિયા સોપ” નામની સાબુની ફેકટરી ધણા સમયથી ચાલતી હોવાથી આજુબાજુના ખેતરમા આ કેમિકલ યુક્ત પ્રવાહી કુવામાં રિચાર્જ થઈ જતું હોવાથી વાવેલ પાક બળીને ભષ્મ થઈ જતો હોવાની લેખિત ફરીયાદ હડમતિયાના ખેડુત ખાતેદારોઅે ટંકારા મામલતદાર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-મોરબી ને કરી હતી. અંતે કાગળ પરની તમામ પ્રક્રિયા પુર્ણ કરી તા.૧૩/૯ ૨૦૧૭ ના રોજ મોરબી કલેકટરની સુચનાથી ટંકારા મામલતદાર કલાસવા, સર્કલ અોફિસર બી.અેસ. પટેલ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-મોરબી ના અધિકારીઅો સ્થળ પર પહોચીને ઉત્પાદક કરતી તમામ મશીનરીને સિલ કરવામાં આવી હતી. આ પ્રદુષણ યુક્ત સાબુની ફેકટરીને ખેત ખાતેદારોની હાજરીમાં સિલ મારવામાં આવતા જગતના તાતમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Comments
Loading...
WhatsApp chat