ખર્ચ ઓબ્ઝર્વરએ મોરબી મતદાર વિભાગની મુલાકાત લીધી

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ માટે ખર્ચના ઓબ્ઝર્વર બી. રમન્જાનેયુલુ (IRS-2007) ની ફાળવણી કરવામાં આવી છે. જેઓ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની મુલાકાતે આવ્યા હતા.

ખર્ચ ઓબ્ઝર્વર બી.રમન્જાનેયુલુ (IRS-2007) એ મોરબી સરકિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી જિલ્લા ચૂંટણી અધિકારી આર.જે. માકડીયા અને ખર્ચના નોડલ અધિકારી એસ. એમ. ખટાણા સાથે બેઠક યોજી હતી. તેમણે આ તકે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની વિગતવાર ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. બેઠક બાદ ઓબ્ઝર્વરએ મોરબી પ્રાંત કચેરીની પણ મુલાકાત લીધી હતી.

            આ પ્રસંગે પોલીસ વડા કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવી, મદદનીશ ચૂંટણી ઓફીસર એસ. જે. ખાચર, મામલતદાર ડી. જે. જાડેજા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Comments
Loading...
WhatsApp chat