મોરબી સહિત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ ઇસમ ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી એસ.ઓ.જી ટીમે લીલાપર નવા ગામ ચોકડી નજીકથી પાંચ જીલ્લામાં હદપારી કરેલ ઇસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસ.ઓ.જી.ના નરેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપારી કરેલ ઇસમ નીલેશ નાગજીભાઈ દેગામા રહે-લીલાપર ગામ વિલ્સન પેપર મિલ સામે વાળાએ મોરબી હદપારી હુકમનો ભંગ કરી મોરબી લીલાપર નવા ગામ ચોકડી પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી ટીમની આ સફળ કામગીરીમાં અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા અને નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat