વાકાનેરમાં રોગચાળો વકર્યો,વધુ એક તબીબ મુકાયા

વાકાનેરમાં તાવ.શરદી,ઉધરસ અને પગના સાંધાના દુખવાની બીમારીઓએ શહેરમાં માથું ઉચક્યું છે જેના કારણે સરકારી હોસ્પીટલમાં 800 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હોવાથી અધતન હોસ્પીટલમાં માત્ર બે જ ડોકટરો હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે છે.તેમજ શહેરમાં સફાઈ અને ઋતુંપેરથી ઉદભવેલી જીવાત સામે આરોગ્ય તંત્ર અને પાલિકા હરકતમાં આવ્યું હતું અને સાંજ થતાજ પાલિકાના વાહનમાં ફોગિંગ મશીનો સાથે કર્મચારીઓ દોડાવવાનું શરૂ કર્યું હતું.ત્યારે હોસ્પીટલમાં દર્દીઓની સારવાર માટે વધુ એક ડોકટર મૂકવામાં આવતા દર્દીઓએ રાહતનો સ્વાસ લીધો હતો.

Comments
Loading...
WhatsApp chat