


મોરબીની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ ગ્રાહક પાસેથી નાણા લીધા બાદ તે જમા નહિ કરીને નાણાની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ ચલાવી છે.
મોરબીની સબ ડીવી. પોસ્ટ ઓફીસના ડાક સહાયક તરીકે ૨૦૧૫ થી નોકરી કરતા આરોપી જીજ્ઞેશ હરજીભાઈ સોલંકીએ મોરબીમાં રહેતા જયેશભાઈ સેતા પાસેથી જીવન વીમા પોલીસીના ભરવાના ૧૫,૧૧૨ રૂપિયાની રકમ ગત તા. ૩૦/૦૬/૧૭ ના રોજ લીધા બાદ તેણે કોમ્પ્યુટર રસીદ કાઢી આપી હતી પરંતુ આ રૂપિયા તેના પોસ્ટ ખાતામાં જમા થયા ના હતા
જેથી ગ્રાહકે કરેલી ફરિયાદ બાદ સબ ડીવી પોસ્ટ ઓફીસના ઇન્સ્પેક્ટર યોગેશભાઈ કનૈયાલાલ જોષીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણા ઉચાપતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. જોકે પોસ્ટ ઓફીસના કર્મચારીએ સરકારી રૂપિયાની ઉચાપાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને પોસ્ટ ઓફિસમાં આ મુદો ચર્ચાય રહ્યો છે

