Billboard ad 1150*250 Billboard ad 1150*250

અમરાપર રોડ પર કાર પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું

ટંકારાના અમરાપર રોડ પર કાર ચાલકે કોઈ કારણોસર સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું .

બનાવની મળતી વિગત મુજબ જયેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા ઉ.વ- ૪૩ રહે- શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે યદુનંદન-૦૨ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેનો નાનો ભાઈ યોગેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા ઉ.વ- ૩૫ વાળો મહીન્દ્રા કંપનીની ઇમ્પીરીયો ગાડી નંબર- જી.જે.૩૬.ટી- ૪૩૧૧ લઈને જતો હતો ત્યારે ટંકારાથી વાંકાનેર તરફ જઈ રહ્યો હતો ત્યારે અમરાપર નજીક કોઈ કારણોસર વચ્ચે વળાંક આવતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમા આવેલ વેણમા જતી રહેતા અકસ્માતમા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું આ અગે પોલીસ નોધ કરી આગળની કાર્યવાહી કરી છે

 

Comments
Loading...
WhatsApp chat