Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ નજીક ટ્રકના ચાલકે એક બાદ એક બે કારને ઠોકર મારી

 

હળવદ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકના ચાલકે બે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારમાં નુકશાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

રાજકોટના રહેવાસી જીગ્નેશભાઈ ત્રિભોવનભાઈ પીપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ વિસામો હોટેલ નજીક ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીએક્સ ૬૧૧૪ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ટ્રેઇલર ચાલકે ફરિયાદીની કાર જીજે ૦૩ જેસી ૬૨૭૫ સાથે અકસ્માત સર્જી બાદમાં કાર જીજે ૩૬ બી ૧૧૪૧ ને પાછળના ભાગે ઠોકર મારી હતી જે અકસ્માતમાં કારમાં નુકશાન થયું હતું હળવદ પોલીસે ટ્રેઇલર ચાલક નેતરામ સાઈરામ ચૌધરી રહે બિકાનેર રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat