માળીયાના રોહીશાળા નજીક ટ્રક પાછળ કાર ઘુસી, કારચાલકનું ઘટનાસ્થળે જ મોત

 

માળિયા હળવદ હાઈવે પર આજે રોહીશાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના દેવળિયા ગામના રહેવાસી મુકેશભાઈ મગનભાઈ માલાસણા પોતાની કાર જીજે ૦૫ જેકે ૨૯૭૦ લઈને જતા હોય ત્યારે માળિયા હળવદ હાઈવે પર રોહીશાળા ગામના પાટિયા નજીક બંધ પડેલા ૭૨૯૭ નંબરના ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં કારચાલક મુકેશભાઈ માલાસણાને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે બનાવ મામલે માળિયા પોલીસ મથકના સંજયભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat