


મોરબીનો સિરામિક ઉદ્યોગ વેપાર ધંધા સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહે છે જેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે ત્યારે તાજેતરમાં એક કર્મચારીના પરિવારને મદદ કરવા માટે કરેલી અપીલ બાદ ચાર લાખનો ફાળો એકત્ર થઇ ચુક્યો છે અને દાનનો અવિરત ધોધ વરસી રહ્યો છે.
મોરબી સિરામીક એશોસીએસનની ઓફીસમા નોકરી કરતા વાસુદેવભાઇ સંઘાણીનું કાલે સાંજે દુઃખદ અવસાન થયેલ છે ત્યારે તેમના પરીવાર પિતાનું પણ એક મહીના પહેલા જ કેન્સરના કારણે મૃત્યુ થયેલ અને મૃતક કર્મચારીના પરીવારમા કોઇ સંતાન કે માતાપિતા કે ભાઇ ના હોઇ તેમના ધર્મપત્ની ને લાચારીથી જીવવું ના પડે તે માટે મોરબી સિરામીક ઉધોગકારોને એશોસીએસન વતી સહયોગ માટે સ્વૈચ્છિક દાન કરવા અપીલ કરવામાં આવી હતી
જેમાં ૪ લાખથી વધુ ફાળો એકત્ર થઇ ચુક્યો છે અને હજુ પણ અવિરત અનુદાન ચાલુ છે ત્યારે મોરબીના આ ઉધોગકારો હરહમેશ તેમના કર્મચારીઓની ચિંતા કરે છે અને નિરાધાર પરિવારોને મદદરૂપ બનવા માટે હમેશા તત્પર હોય છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે સિરામિક ઉદ્યોગકારોએ ઉદાર હાથે આપેલા દાનને સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ બિરદાવ્યું હતું

