મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાનો દબદબો યથાવત જોવા મળ્યો

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે બુધવારે મતદાન થયા બાદ ગુરુવારે મોડી રાત્રી સુધી મત ગણતરી ચાલી હતી અને મોડી રાત્રીના પરિણામો જાહેર થયા હતા જેમાં ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો સહીત મગનભાઈ વડાવીયાની સહકાર પેનલ ૧૬ માંથી ૧૩ બેઠકો જીતવામાં સફળ રહી છે તો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલને ફાળે વેપારી વિભાગની ૦૩ બેઠકો આવી હતી

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ ઝંપલાવ્યું હતું અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરતા મગનભાઈ વડાવીયાની સહકાર પેનલ સાથે સીધી ફાઈટ જામી હતી જોકે વર્ષોથી મોરબી યાર્ડમાં રાજ કરતા મગનભાઈ વડાવીયાનો દબદબો જોવા મળ્યો હતો જેમાં ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો સહકાર પેનલ જીતી હતી તો વેપારી વિભાગની ૦૧ અને સંઘની ૦૨ મળીને ૧૬ માંથી ૧૩ બેઠકો પર કબજો કર્યો હતો તો કોંગ્રેસ પ્રેરિત પેનલને ફાળે વેપારી વિભાગની ૦૩ બેઠકો ગઈ હતી જોકે મગનભાઈ વડાવીયાનું શાસન યથાવત જોવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat