Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ગર્ભ પરીક્ષણ કરનાર ડોકટરો પર તંત્ર બોલાવશે તબાહી

એડવાઈઝરી કમિટીની બેઠકમાં ટ્રેનીંગ અને માર્ગદર્શન અપાયું

જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યસ્થાને PC-PNDCT ATC અંતર્ગત એડવાઇઝરી કમીટીની મીટીંગ કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી.

અધ્યક્ષસ્થાનેથી કલેકટર માકડીયાએ ઉપસ્થિત આરોગ્ય ખાતાના અધિકારીઓને સોનોગ્રાફી મશીનનો ગર્ભ નિરીક્ષણ તરીકે કોઇપણ ડોકટરો ઉપયોગ કરે છે કેમ ?, તેની મોરબી જિલ્લામાં આવેલ કલીનિકની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવા પર ભાર મૂકયો હતો. તેમજ તંત્ર દ્વારા શીલ કરવામાં આવેલ મશીનોની સમયાંતરે નિરીક્ષણ કરતા રહેવાનું જણાવવામાં આવેલ હતું.

જયારે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ તાલુકાના અધિકારીઓને ચેકીંગ કરવા જવા માટે શું શું બાબતોને ધ્યાને લેવી જોઇએ તે અંગેની તાલીમ આપવા જિલ્લાના આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલ હતી. આ મીટીંગમાં વાકાનેર પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.જી.ભટ્ટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવા, આનંદી સંસ્થાના પ્રો.ઓડિનેટર જયોત્સનાબા જાડેજા, નવજીવન ટ્રસ્ટના સીસ્ટર લતાબેન, ઉમિયા માનવસેવા ટ્રસ્ટના સી.બી.કુંડારીયા, સહિતના મોરબી જિલ્લા/ તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને ડોકટરો હાજર રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat