Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના તબીબે જલારામ મંદિરમાં મહાપ્રસાદ યોજી પત્નીના જન્મદિવસની ઉજવણી કરી 

જાણીતા ઈએનટી સ્પેશ્યાલીસ્ટ ડો. હિતેશ પટેલની પ્રેરણાદાયી પહેલ 

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ દ્વારા પત્નિ દીપ્તિબેનના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી

 

મોરબીના તબીબ ડો. હિતેશ પટેલના પત્ની દિપ્તીબેનના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી જેમાં વૈભવી રીતે ઉજવણી કરવાને બદલે લોકોની જઠરાગ્ની તૃપ્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે જે સત્કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના હરીશભાઈ રાજા,  નિર્મિત કક્કડ, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ, ભગવાનજીભાઈ પટેલ, કીશોરભાઈ ચંડીભમર, મનિષ પટેલ,  હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat