મોરબીના ક્રિષ્ના ઉત્સવ મેળાની નિરાધાર વડીલોએ મોજ માણી

યંગ ઇન્ડિયા ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાની લોકો મોજ માણી રહ્યા છે ત્યારે તહેવારોની મોસમમાં પરિવારથી તરછોડાયેલા વડીલોને આયોજક દ્વારા મેળાની મોજ કરાવી હતી

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અવનવી રાઇડ્સ ઉપરાંત સીસીટીવી કેમેરા અને ફ્રી વાઈફાઈ સુવિધાથી સજ્જ મેળાનો આનંદ મોરબીવાસીઓ માણી રહ્યા છે જેમાં આજે સંસ્થાના દેવેનભાઈ રબારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમના વડીલોને મેળાની મોજ કરાવી હતી જેમાં વિવિધ રાઇડ્સમાં વડીલોને આનંદ કરાવી નાસ્તો અને આઈસ્ક્રીમની મોજ કરાવી હતી પરિવાર દ્વારા તરછોડાયેલા વડીલોએ મેળાની મોજ માણી હતી

Comments
Loading...
WhatsApp chat