Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીથી અંબાજી સુધીના પદયાત્રા સંઘનું ગુરુવારે મોરબીથી પ્રસ્થાન

૩૪૫ કિમી પદયાત્રા કરી અંબાજી પહોંચશે

ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એવા માં અંબાના ધામ અંબાજીના ભાદરવી પુનમના દર્શનનું અનેરું મહત્વ છે ત્યારે ભાદરવી પુનમમાં માનવ મેળામાં સતત ૧૯૯૯ થી અવિરત શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે ૨૪૫ કિમીની પદયાત્રા યોજીને માતાજીના ધામમાં પહોંચશે

શ્રી અંબિકા પદયાત્રા સંઘના ૨૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને ૧૬૦ શ્રદ્ધાળુઓનો સંઘ તા. ૧૩ ને ગુરુવારના રોજ બપોરે ૧૨ : ૧૫ કલાકે મોરબી થી અંબાજી પદયાત્રા માટે પ્રસ્થાન થશે જેમાં શ્રી અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરાએ જણાવ્યું છે કે રથના આયોજક દિલીપભાઈ સોની અને કૈલાશભાઈ નાગપરા અને રસોડાના આયોજક હિતેશભાઈ, આનંદભાઈ અને ચુનીભાઈ તેમજ જય અંબે પરિવારના આયોજન હેઠળ મેડીકલથી લઈને ખાવાપીવાની સુવિધા સાથે પૂજન અર્ચન અને મોટી બાવન ગજ ધજા સાથે રથ પ્રસ્થાન કરવામાં આવશે જે શોભાયાત્રા યોગેશ્વરનગર, રવાપર રોડથી વાઘેશ્વરી મંદિર ગ્રીન ચોક સુધી જશે અને બાદમાં અંબાજી માટે પ્રસ્થાન કરાશે

Comments
Loading...
WhatsApp chat