માળીયા શહેર-તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ
માળીયા શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદન પાઠવ્યું



માળીયા તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ વરસ્યો હોય જેથી માળીયા શહેર અને તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ માળીયા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
માળીયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ જેડાએ મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે માળીયા (મી.) માં નહિવત વરસાદ થયો હોવાથી ખેડૂતોએ વાવડી કરેલ પાક સંપ્રુણપણે નિષ્ફળ ગયો છે તેમજ તાલુકા કે શહેરના ખેડૂતો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા ના હોવાથી ખેડૂતોના પરિવારો માટે રોજીરોટીનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે તે ઉપરાંત પશુધન માટે ઘાસચારાની અને પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તાલુકાના ગામના તળાવો કે સિમ તળાવો પણ ખાલીખમ છે જેથી માનવ વસ્તી ઉપરાંત પશુધન માટે પાણીનો પ્રશ્ન સર્જાયો છે જે પરિસ્થિતિને ધ્યાને લઈને માળીયા શહેર અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું છે કે ગત વર્ષે પણ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે મચ્છુ ડેમ ભરાઈ જવાથી માનવસર્જિત જળ હોનારત સર્જાઈ હતી જેથી ઉભા પાકો ધોવાઈ ગયા હતા અને ગુજરાત સરકાર દ્વારા 100ટકા સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવાની જાહેરાત કરી હતી પાક વીમા લોનમાં પ્રીમિયમ ભરતા ખેડૂતોને ગત વર્ષના પાકવીમો મળી રહે તેવી માંગ કરવામાં આવી છે