

મોરબીના ટીંબડી પાટિયા નજીક ચાની કેબીન ચલાવતા યુવાનને ડમ્પરે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ટીંબડી પાટિયા નજીક ચાની કેબીન ચલાવતા વીનેશ હરિભાઈ જેસાણી (ઉ.૨૧) ગરાગે ચા આપીને પોતાની કેબીન પરત ફરતા હોય દરમિયાન કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વિનેસના કાકાના દીકરા પ્રકાશ રાજાભાઈ જેસાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.