મોરબીમાં ઢોર સાથે ભટકાઈ જતા યુવાનનું મૃત્યુ

મોરબીના રવાપર રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા કિરણભાઈ મોતીરામભાઈ મહેશ્વરીએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે ગત સાંજના સમયે તેનો ભત્રીજો કુણાલ દીપકભાઈ કૈલા (ઉ.૨૦)પોતાનું બજાજ પલ્સર મોટર સાઈકલ લઈને પંચાસર રોડ પરથી જતો હતો ત્યારે મામા સાહેબના મંદિર નજીક ઢોર સાથે ભટકાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે મોરબી એ.ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat