


હળવદના ચુપણી ગામે રહેતી પરિણીતા અગમ્ય કારણોસર બાથરૂમમાં દાઝી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતી પરિણીતા હેતલબહેન અનિલભાઈ મકવાણા(ઉ.૨૪) વાળીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં દાઝી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ પરિણીતાના લગ્નને ૫ વર્ષ થયા હોય અને પરિણીતાએ જાત જલાવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું જો કે પરિણીતા ક્યા કારણોસર દાઝી છે કે તેણીએ જાત જલાવી છે તે હજુ સત્તાવાર જાણી શકાયું નથી.