મોરબીના ચકમપર ગામે દાઝી ગયેલા યુવાનનું કરુણ મોત

વેપારી ઝેરી દવા પી જતા મોત નીપજ્યું

મોરબી પંથકમાં બે અપમૃત્યુના બનાવમાં બેના મોત થયા છે જેમાં એક વેપારી કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોત થયું છે જયારે અકસ્માતે દાઝી ગયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડ્યો છે.

મોરબીના ગોકુલધામ સામે આવેલા શિવ હેરીટેજ સોસાયટીના રહેવાસી સમીરભાઈ ઘનશ્યામભાઈ પોપટ (ઊવ ૩૯) ગત તા. ૧ ના રોજ માર્કેટિંગ યાર્ડ ખાતેની પોતાની દુકાને કોઈ કારણોસર ઘઉંમાં નાખવામાં ટીકડા ખાઈ જતા તેણે મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે

જયારે બીજા બનાવમાં ચકમપર ગામના રહેવાસી હેમતભાઈ મગનભાઈ ચૌહાણ (ઊવ ૨૬) નામના યુવાન રસોઈ બનાવતી વેળાએ પ્રાઈમસ ફાટતા આગ લાગતા દાઝી ગયા હતા જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત થયું છે. પોલીસે બંને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat