મોટરસાયકલ આડું નાખવા બાબતે ચાર શખ્શોનો જીવલેણ હુમલો

ત્રણ યુવાનને ઈજા, ખૂનની કોશિશનો ગુન્હો નોંધાયો

માળિયામાં રહેતા યુવાનના ભત્રીજાએ મોટરસાયકલ આડું નાખવા બાબતનો ખાર રાખી ચાર શખ્શોએ ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી યુવાન સહીત ત્રણને ઈજા પહોંચાડી હોય જે મામલે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

માળિયાના રહેવાસી સલીમ સાઉદીન સામતાણીએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભત્રીજા ફકરૂદિને આરોપી અઝહર જેડા સાથે મોટરસાયકલ આડું નાખવા બાબતે બોલાચાલી થઇ હોય જે બાબતનો ખાર રાખી આરોપી હનીફ અલીમામદ જેડા, અઝ્હર અલીમામદ જેડા, સિકંદર તાજમામદ જેડા અને શેરમામદ તાજમામદ ભટ્ટી રહે બધા માળિયા વાળાએ એકસંપ કરીને હુમલો કરી દીધો હતો

જેમાં ધોકા, પાઈપ અને ધરિયા જેવા હથિયારો લઈને ફરિયાદી સલીમ સામતાણીને માથામાં ધારિયાનો ઘા ઝીકી જીવલેણ ગંભીર ઈજા કરી તેમજ સાહેદ ફકરૂદિન અને સુભાન કટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ખૂનની કોશિશનો ગુન્હો નોંધી વધુ તપાસ ચાલવી છે

Comments
Loading...
WhatsApp chat