



મોરબીના ઘુંટું ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમા લાશ મળતા ચકચાર મળી જવા પામ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમ.પી. નો વતની અને હાલ મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામા રહીને કામ કરનાર શ્રમિક અનુપભાઇ રામસિંહ ગૌડ તારીખ ૨૨ના રોજ પોતાના કારખાનેથી મોરબી જવાનુ કહીને નીકળ્યો હતો. જે બાદ તારીખ ૨૪ના રોજ મોરબી તાલુકા ઘુટુ ગામની સીમ ન્યુલક્ષ પેપરમીલની સામેના ભાગે પથ્થરની ખાણમા કોહવાયેલી અવસ્થામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



