વાંકાનેરમાં રણછોડદાસજી બાપુનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે.

વાંકાનેરમાં સદગુરુ સ્વામી શ્રી રણછોડદાસ બાપુનો દિવ્ય આશ્રમ “સ્મૃતિ મંદિર”માં આગામી તા.૨૩ના રોજ પ્રગટ્ય દિવસ ઉજવાશે.જે અંતર્ગત સવારે ૬ વાગ્યે કેશરસ્નાન,મંગળા આરતી બપોરે ૧૨ કલાકે,અન્નકૂટ દર્શન,આરતી સાંજે ૫ થી ૭ વાકાનેરનું પ્રસિદ્ધ શ્રી શ્યામ ધૂન મંડળના કલાકારો-સર્જીદાઓ રામ ધૂન સાથે ભક્તિરસ રજુ કરશે.વાંકાનેરની ભૂમિ ઉપર સાંજે ૫ વાગ્યે સદગુરુ દેવ શ્રી હરિચરણદાસજી મહારાજની પધરામણી થશે.સાંજે ૭:૩૦ કલાકે મહારાજનું પ્રવચન-આશીર્વચન આપશે બાદ ૧૦૮ દીપની મહા આરતી થશે અને ત્યારબાદ રાત્રીના ૮ વાગ્યાથી આશ્રમની ભૂમિ પર મહાપ્રસાદનો પ્રારંભ થશે.

Comments
Loading...
WhatsApp chat