અધિક કલેકટર વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરનારને પુરાવાઓ રજુ કરવા સપ્તાહની મુદત

રાજ્યના ઉપસચિવે અરજદારને વળતો પત્ર લખી કરી તાકીદ

મોરબીના અરજદાર દ્વારા જીલ્લાના અધિક કલેકટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા બાદ આ મામલે રાજ્યના ઉપસચિવ દ્વારા અરજદારને પત્ર પાઠવીને આક્ષેપો અંગે ચોક્કસ પુરાવા એક સપ્તાહમાં રજુ કરવા જણાવ્યું છે.

ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ દ્વારા મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી વિવેક મીરાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેમના દ્વારા તા. ૧૮-૦૫-૧૬ ની અરજી મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી આ વિભાગને મળી છે જે અરજી કરેલ હોવા અંગે સમર્થન આપવા તેમજ અરજીમાં કરેલા આક્ષેપોનો સંબંધિત ચોક્કસ વિગતો કે આધારપત્ર પંદર દિવસમાં રજુ કરવા આ વિભાગના તા. ૧૬-૦૧-૨૦૧૭ ના પત્રથી જણાવ્યું હતું

પરંતુ અરજદાર તરફથી કોઈ જવાબ હજુ મળ્યો નથી જેથી હવે આ અંગે પત્ર મળ્યાના દિવસ સાતમાં પુરાવાઓ રજુ કરવા જણાવ્યું છે અને સમયમર્યાદામાં કોઈ સમર્થન કે રજૂઆત નહિ મળે તો અરજી અંગે નિયમોનુંસાર કાર્યવાહી કરાશે જે ધ્યાને લેવા પણ પત્રમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat