Billboard ad 1150*250 Billboard ad 1150*250

અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર આરોપી આખરે ઝડપાયો

હળવદ પોલીસે અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરી છે.

હળવદ પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં વર્ષ ૨૦૧૩ થી આરોપી વિપુલ કાનજી કોળી રહે. કીડી તા. હળવદ વાળો ફરાર હોય જેને ઝડપી લેવા આજે હળવદ પોલીસના મહેશભાઈ આહીર, ઈશ્વરભાઈ રબારી અને અરજણ ભરવાડ તેમજ વિજયભાઈ ગઢવી સહિતની ટીમે બાતમીને આધારે આરોપી વિપુલ કોળીને ઝડપી લીધો હતો. ઓપરેશન મુસ્કાન અંતર્ગત હળવદ પોલીસે અપહરણના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat