

વાંકાનેર તાલુકાના માટેલ ઢુવા રોડ પર આવેલ બે દુકાન ધારકો જાણીતી કંપનીના ગીત ગેરકાયદેસર રીતે વિડીયો ડેટામાં ઉપયોગ કરી વેપાર કરતા હોય જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક રવિભાઈ વિનોદભાઈ તલસાણીયા અને ભૂપતભાઈ છનાભાઈ બારૈયા બજરંગ મોબાઈલ અને ધરતી મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક નામની દુકાન ચાલવતા હોય જેમાં તેઓ ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ગીતોના ઓડિયોનું ગેરકાયદેસર રીતે વિડીયોમાં ઉપયોગ કરી વેપાર કરતા
જેમાં બજરંગ મોબાઈલ દુકાનમાંથી ઇનટેક્સ કંપનીનું core i-૩ સીપીયુ, સનડિસ્ક કંપનીનું મેમરીકાર્ડ તથા ધરતી મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક માંથી circle કંપનીનું core i-૩ સીપીયુ, સફેદ કલરનું કાર્ડ રીડર, સનડિસ્ક કંપનીનું એડેપ્ટર અને કેડીએમ કંપનીનું આઠ જીબીનું મેમરીકાર્ડ વેપાર સહીત કુલ કીમત રૂ.૧૬૪૪૦ જપ્ત કરી તેની સામે રાજકોટના આનંદનગરમાં રહેતા મોહમંદ અફઝલ રાઉંમાંએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.