મોરબીના જુના ધુટુ રોડ પર થયેલ અકસ્માત મામલે ગુન્હો નોંધાયો

 

મોરબીના જુના ધુટુ રોડ પર બે દિવસ આગાઉ ટ્રકને ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી નજીક મારુતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા રોનકભાઈ દલસુખભાઈ દલસાણીયા એ  મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક આર જે ૧૪ જીએન ૬૨૩૮ ધુટુથી મોરબી તરફ રોડ પર પુર ઝડપે આવતો હોય દરમિયાન સોના સિરામિકના કારખાનાનીસામે રોડ પર મોટર સાઈકલ લઈને જતા ફરિયાદી રોનકભાઈના ભાઈ વૈભવને  મોટર સાઈકલ જીજે ૩૬ જે ૮૬૦૮ સાથે હડફેટે લેતા વૈભવભાઈને ટ્રકના ટાયરનીછે દબાવી દઈ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા તથા સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું  તો ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat