

મોરબી જીલ્લામાં મસમોટા સિંચાઈ કોભાંડમાં ધરપકડનો સિલસિલો શરુ થતા ૫૦ મંડળીઓએ આગોતરા જામીન અરજી અને ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ મોરબી સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી છે જેથી હવે કોભાંડીઓની ધરપકડ થઇ સકે છે
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના ૩૩૪ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય અને ૨૦ કરોડના ભ્રષ્ટાચાર મામલે સિંચાઈની ટીમોએ કરેલી તપાસ બાદ પોલીસ ફરિયાદ થઇ હતી અને નિવૃત મદદનીશ ઈજનેર, ખાનગી પેઢીના સંચાલક અને મંડળીના બે અગ્રણીઓ સહીત ચારની ધરપકડ પોલીસે કરી હોય તેમજ વધુ તપાસમાં કોભાન ના ઊંડા મુળિયા સુધી પહોંચવા પોલીસ અને વિવિધ ટીમો તપાસ ચલાવી રહી છે
તો સિંચાઈ વિભાગના નિવૃત અધિકારી સહિતનાની ધરપકડ બાદ કોભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોય અને ૫૦ મંડળીઓ દ્વારા એકસાથે આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી તેમજ ધરપકડ થયેલા ચાર આરોપીઓએ પણ જામીન માટે અરજી કરી હોય જે તમામ પાંચ અરજી કોર્ટે ફગાવી દીધી છે અને ૫૦ મંડળીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દેતા હવે ધરપકડનો સિલસિલો શરુ થાય તેવી શક્યતા જણાઈ રહી છે
તો આ કૌભાંડ ની યોગ્ય તપાસ થાય માટે એ ડિવિઝન પી.આઈ. આર.જે.ચૌધરી રાઇટર દિલીપભાઈ ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા અને ફેતસિંહ પરમાર તેમજ કોર્ટમાં ડિસ્ટ્રક જજ આર.ઘોઘારી સમક્ષ સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજા એ ધારદાર દલીલો કરી હોવાથી આ જામીન ના મજૂર થયા હતા