Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં એટ્રોસિટી કેસના આરોપીના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા

મોરબીમાં એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાયેલી પોલીસ ફરિયાદ સંદર્ભે આરોપીની અટકાયત કરવામાં આવી હોય જે આરોપીએ વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર થયા છે

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ગત તા ૨૪-૧૨ ના રોજ મારામારી ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી ૦૩ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપીની અટકાયત કરવામાં આવ્યા બાદ સ્પે. એટ્રોસિટી એન્ડ એડી. સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જે કેસમાં આરોપીના વકીલ જયદીપ પાંચોટિયાએ કરેલી દલીલોને ધ્યાનમાં લઈને આરોપીના રૂ ૧૫ હજારના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા હતા

જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ જે બી પાંચોટિયા, ગીરીશ અંબાણી અને સિરાજ અબ્રાણી રોકાયેલ હતા

Comments
Loading...
WhatsApp chat