


ખોટું કુલમુખત્યારનામું બનાવ્યાના કર્યા હતા આક્ષેપ
વકીલ ભાવેશભાઈ હીરાણીની દલીલોથી દાવો નામંજૂર
મોરબીની એક મિલકતની છતની માલિકી મામલે ચાલતી તકરાર કોર્ટ સુધી પહોંચી હતી જેમાં અરજદારોએ પ્રતિવાદીઓ દ્વારા ખોટું કુલમુખત્યારનામું બનાવી નાખ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી પ્રતિવાદીઓ સામે અરજી કરી દાદ માંગી હતી જોકે વકીલની ધારદાર દલીલ અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે અરજદારોનો દાવો નામંજૂર કર્યો છે
મોરબીના મહાવીરનગરના રહેવાસી દેવકરણ ડુંગરભાઈ સતવારા અને વાવડી રોડ ભગવતીપરાના રહેવાસી ભગવાનજી ડુંગરભાઈ સતવારા દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ મોનાબેન શેઠ, બકુલભાઈ શેઠ રહે વસંત પ્લોટ મોરબી તેમજ શહેનશાહે કચ્છ હાજીપીર સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ હાસમભાઈ સાજી પીપરવાડિયા રહે વાવડી રોડ મોરબી અને શહેનશાહે કચ્છ હાજીપીર સેવા સમિતિના ઉપપ્રમુખ સંધી અબ્દુલ હાસમભાઈ રહે પંચાસર રોડ મોરબીવાળા સામે તેની માલિકીની છતમાં થતા બાંધકામ અટકાવવા કાયમી હુકમ કરવા દાદ માંગી હતી
જેમાં વાદીઓએ કરેલા દાવા મુજબ તેની માલિકી અને કબ્જા ભોગવટાની મિલકત (છત) મોરબી નગરપાલિકાની હદમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ વાવડી રોડ પર છે તેના રજી.દ.નં ૧૭૩૨ તા. ૩૦-૦૩-૨૦૦૦ વાળી મિલ્કત ચગે જેના સીટી સર્વે કચેરી વોર્ડ નં ૦૨ સીટ નં ૧૨૪ ચાલતા નં ૦૯ સર્વે નં ૩૦૩૪ પૈકીની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો વાળી સ્થાવર મિલકતની ખુલ્લી છત ચો મી. ૭૯-૪૦ તે ૮૫૪-૩૮ ચો ફૂટવાળી છે જે મિલ્કત પર થોડા દિવસો અગાઉ પ્રતિવાદી બકુલ જયંતીભાઈ શેઠ ત્યાં આવ્યા હતા અને મિલકતમાં કેમ આવ્યા પૂછતાં આ મિલકત મારા પત્ની મોના શેઠની માલિકીની હોવાનું જણાવ્યું હતું જોકે આ મિલકત કોઈપણ ઈસમને વેચાણ આપેલ ના હોવા છતાં પ્રતિવાદીઓ મિલકત અંગે તકરાર ઉઠાવતા મોરબી સબ રજી કચેરીમાં તપાસ કરતા પ્રતિવાદી મોના શેઠની તરફેણમાં વેચાણ દસ્તાવેજ થયાનું જાણવા મળ્યું છે પ્રતિવાદી મોના શેઠ અને બકુલ જયંતીભાઈ સેઠ પતિ પત્ની છે
વાદીઓની જાણ બહાર સહી સંમતી વગર વાદીઓના નામનું કહેવાતું ખોટું કુલમુખ્યાતરનામું આ મિલકત અંગેનું ઉભું કરી બોગસ કુ.મુ. ના આધારે આ બોગસ અને બીજા અવેજી દસ્તાવેજ ઉભો કરેલ છે
જે અંગેના દાવા મામલે મોરબી એડી. સિવિલ જજની કોર્ટમાં કેસ ચાલી જતા પ્રતિવાદી મોનાબેન અને બકુલ શેઠ તરફેના વકીલ ભાવેશભાઈ હિરાણીની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે વાદીનો દાવો નામંજૂર કરેલ છે આ કેસમાં અન્ય પ્રતિવાદીઓ તરફે વકીલ એમ વાય ચાનીયા રોકાયેલ હતા પ્રતિવાદી ૧ અને 2 ના વકીલ ભાવેશભાઈ હિરાણીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે દાવો નામંજૂર કર્યો છે અને માંગ્યા મુજબની દાદ મેળવવા હકદાર નથી તેવો ચુકાદો આપ્યો છે