



હળવદના કૃષ્ણનગરમાં આવેલ હનુમાનજી મંદિર નજીક આગાઉ થયેલ બનાવ અંગે પૈસાની માંગણી બાબતે બે જૂથ વચ્ચે મારમારી થઇ હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
મળતી વિગત મુજબ હળવદના કૃષ્ણનગરમાં આવેલ હનુમાનજી મંદિર નજીક જશાભાઈ કાનજીભાઈ પટેલના ભાઈનો પગ ભાંગી ગયેલ હોય જે બાબતે જશાભાઈ અને કાનજીભાઈ પટેલ એ જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા સાથે બોલાચાલી કરી બંનેએ જગદીશભાઈને માથામાં લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં જગદીશભાઈએ નોંધાવી છે
તો સામાપક્ષે હીરજીભાઈ ઉર્ફે કાળુભાઈ પટેલએ ફરિયાદ નોંધવી છે કે જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા અને અરવિંદભાઈ થોભણભાઈ સોનગ્રા સાથે હીરજીભાઈને અગાઉ થયેલ બનાવના ખર્ચાના પૈસાની માંગણી બાબતે બોલાચાલી કરીને હીરજીભાઈને ઢીકાપાટુંનો મારમારી ગાડી ચડાવી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.



