


મોરબીના નહેરુ ગેઇટ નજીક આવેલી મુખ્ય શાક માર્કેટ ખરીદીનું કેન્દ્ર સ્થાન છે જ્યાં મોરબી ઉપરાંત આસપાસના કેન્દ્રમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે જોકે આ શાક માર્કેટમાં ઉભરાતી ગટરનો કોઈ કાયમી ઉકેલ તંત્ર પાસે ના હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને કાયમી સિરદર્દ સમાન ઉભરાતી ગટરની પરેશાની ભોગવવી પડે છે. હાલ દિવાળીના સપરમાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે મુખ્ય માર્કેટમાં ઉભરાતી ગટરની ગંદકી અને દુર્ગંધ વચ્ચે જ ગ્રાહકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે. પાલિકાનું નીમ્ભર તંત્ર ઉભરાતી ગટરનો કોઈ ઉકેલ લાવી શકવા સક્ષમ ના હોય તેવો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે. તહેવારમાં હાલ હજારો ગ્રાહકો માર્કેટમાં ખરીદી માટે આવી રહ્યા છે જોકે ગટરના પાણીની દુર્ગંધ વચ્ચે જ વેપારીઓને વેપાર કરવાની મજબૂરી સર્જાઈ છે તો ગ્રાહકો પણ નાક પર રૂમાલ રાખીને અહીંથી પસાર થવા મજબુર બન્યા છે.