માળિયા નગરપાલિકામાં ૧ કરોડના કૌભાડ મામલે ફરિયાદ થતા તપાસનો ધમધમાટ

માળિયા નગર પાલિકામાં એક કરોડના કૌભાંડની ફરિયાદ બાદ કલેક્ટરના તપાસના આદેશ આપતા પાલિકા તંત્રમાં ભારે ચકચાર મચી છે. જેમાં માળિયાના કાયમી ચીફ ઓફિસર એક મહિનાની રજા પર હતા દરમિયાન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને માળિયાના તત્કાલીન મામલતદારે રૂ 1 કરોડ જેટલી રકમ કોઈ પણ પ્રકારના ટેન્ડરિંગ વિના ચુકવણું કરી નાણાકીય ગ્રાન્ટ માં ગેરરીતિ દાખવી હોવાની કલેક્ટરને ફરિયાદ મળતા જે અંગે કલેકટરે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલી આપ્યો હતો.

માળિયા નગરપાલિકામાં સુવિધાના નામે મીંડું છે ત્યારે માળિયા તાલુકાના તત્કાલીન મામલતદાર સામે કૌભાંડના છાટા ઉડયા હતા.મળતી વિગત મુજબ માળિયા પાલિકાના કૌભાંડમાં ખુદ માળિયાના માળિયા નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર એક મહિનાની રજા પર ઉતર્યા અને માળિયાના મામલતદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન એમ સોલંકીએ પાલિકામાં થયેલ જુદા જુદા 11 જેટલા વિકાસ કામના અંદાજે રૂ 1 કરોડ જેટલી રકમ કોઈ પણ ખરાઈ કર્યા વિના જ ચુકવણુ કરી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી હોવાની માળિયા પાલિકાન સભ્યે કલેક્ટરને ફરિયાદ કરી હતી સભ્યરહીમ રાજા જામ અને હનીફ અલીમામદે આક્ષેપ કર્યો હતો કે ઇન્ચાર્જ ચીફ ઓફિસરે સામાન્ય વહીવટી કામ સિવાય જે નિયમ અનુસરવા પડેએ તે નિયમનું પાલન કર્યું ન હતું।જેમાં સામાન્ય સભામાં ઠરાવ બજેટમાં જોગવાઈ વર્ક ઓર્ડર 5 લાખથી વધુના કામ માટે ટેન્ડરિંગ,બિલ ચુકવનાર જિલ્લા કલેકટરે સમગ્ર ઘટનાની તપાસ કરવા આદેશ કર્યો હતો.

જેએ તારીખ વાઈઝ સ્ટેટમેન્ટ ,કામગીરી થયાનું પ્રમાણ પત્ર,5 લાખથી વધુ રકમની ચુકવણીમાં સક્ષમ અધિકારીની સહી,સંબન્ધિત હેડ અને ગ્રાન્ટ ચુકવણું થવું જોઈએ વગેરે પ્રક્રિયાનું પાલન ન થયાનું જણાવ્યું હતું આ અંગે કલેકટર આર જે માકડીયાએ ફરિયાદના આધારે સમગ્ર રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલ્યો હતો હવે આ સમગ્ર પ્રકરણ શું બહાર આવે છે.તે જોવું રહ્યુ,

Comments
Loading...
WhatsApp chat