હળવદના સુભાષનગરમાં ગરબા ની રંગત જામી

સુભાષનગર ગરબી મંડળ દ્વારા ચોથા નોરતાએ બરાબર જામી હતી પ્રાચીન તેમજ અર્વાચીન ગરબી મા ચોથા નોરતે પરંપરાગત ગરબાઓની રમઝટ  બોલી હતી પારંપારિક ગરબાઓ નિહાળવા માટે પણ ભીડ જામી હતી બાળાઓ ભકિતનુ એક સ્વરૂપ રજુ કરે છે અવાચીન ગરબીમા પણ આઘુનિક પરંપરા સાથે પ્રાચીન રાસ પણ રમવામાં આવે છે

બાળાઓ અલગ અલગ સ્પેટની સાથે રાસના જુના સ્પેટનુ પણ સમન્વય સાઘે છે.સુભાષનગર સોસાયટી માં ભવ્ય નવરાત્રિ મહોત્સવ નુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું.આધુનિકતાના માહોલમાં પણ શહેર માં માં પ્રાચીન ગરબી મંડળોનો દબદબો યથાવત : અર્વાચીનતાથી જોજનોદુર પ્રાચીન ગરબીમાં હજુ પણ ગરબા-દુહાઓ થકી થાય છે માં જગદંબાની આરાધના  સાથિયા પુરાવો દ્વારે… દિવડા પ્રગટાવો રાજ… આજ મારા આંગણે પધારશે માં પાવાવાળી…   નવલા નોરતા નવરાત્રીમાં માઁ શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાને બદલે અર્વાચીન દાંડિયાના દુષણ ફુલ્યા ફાલ્યા છે પણ આમ છતાં  શહેર માં દરેક શેરી મહોલ્લામાં આદ્યશક્તિમાની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે

નવરાત્રી ગરબી ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની પ્રેક્ટિસ કરી નિપુણ બની  નવ દિવસ માઁ આરાસુરીની આરાધના કરશે.છેલ્લા દાયકાઓમાં અર્વાચીન રસોત્સવના વધતા પ્રભાવ વચ્ચે પણ  શહેર માં નાની-મોટી સોસાયટીઓમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબીઓના આયોજનો થઈ રહ્યા છે જો કે પ્રાચીન ગરબી મંડળોમાં પણ લાઈટ અને સાઉન્ડ સિસ્ટમમાં થોડી આધુનિકતા આવી છે તેં છતાં માતાજીના ગરબા, છન્દ અને પૂજન અર્ચન હજુ પણ પૌરાણિક પદ્ધતિથી જ થઈ રહ્યા છે.સુભાષનગર સોસાયટી માં છેલ્લાં 25 વષૅ ભવ્ય નવરાત્રિ મહોત્સવ નુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ વિસ્તારમાં પ્રાચીન ગરબીના સુંદર આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવા  ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.સમગ્ર શહેર માં શકિતની ઉપાસના માટે લોકો માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે  સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા રાજીવ શમૉ, જયેશ બારોટ, શૈલેશભાઈ પૂજારા, પંકજ જૈન, ગૌરવ દવે, વિનોદભાઈ, હાદિર્ક ગઢવી, તેમજ સુભાષનગર સોસાયટી મિત્ર મંડળ યુવકોઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat